ઈતિહાસ લોકનું ભવ્ય લોન્ચ | જ્યાં ઈતિહાસ જીવંત છે
નમસ્તે મિત્રો,
અમારા Itihas Lok માં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમે જોયું હશે કે આપણી પાસે ઈતિહાસ જાણવાના ઘણા બધા સોર્સ છે, પરંતુ બધા સોર્સમાં આપણને માહિતી પૂરતી અથવા સંપૂર્ણ સાચી કે સરળ રીતે સમજી શકાય તેવી નથી હોતી. તો અમે આ પ્રશ્નોના હલ માટે જ તમારી માટે ઈતિહાસ લોકોને લઈને આવ્યા છીએ. અહીં તમને ઈતિહાસમાં બની ગયેલી ઘટનાઓ, યુદ્ધો, જીવનચરિત્રો, ઐતિહાસિક સ્થળો, વિશ્વનો તમામ ઈતિહાસ તેમજ ભારતના સમગ્ર ઈતિહાસ વિશે જાણવા મળશે. જે આજ સુધી તમે ન જોયેલી હોય કે ન સાંભળેલી હોય તેવી માહિતી દ્રશ્ય અને શ્રાવ્ય તેમજ તેના વિડિયો તથા ફોટા દ્વારા સમજાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. અમે આ ઈતિહાસ લોક ચેનલ અને વેબસાઈટ તેમજ અલગ-અલગ સોશિયલ મિડિયા એકાઉન્ટ વિદ્યાર્થીઓ, સરકારી નોકરીની તૈયારી કરતા લોકો તેમજ ઈતિહાસમાં રસ ધરાવતા તમામ લોકો માટે બનાવેલ છે.
કોઈપણ એક ટોપીકનું શરૂઆતથી અંત સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવાના ઉપદેશથી આ ઇતિહાસ લોક શરૂ કરવામાં આવ્યું છે. તમને અમારી અનુભવી ટીમ દ્વારા પૂરતું અને સરળ રીતે સમજાય તેવું માર્ગદર્શન આપવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે. અમારી ઈતિહાસલોક વેબસાઈટ પર તમને બધા લેખો ગુજરાતી તથા અંગ્રેજી બંને ભાષામાં જોવા મળી જશે. અમે ભવિષ્યમાં બીજી ઘણી બધી ભાષાઓ પણ ઉમેરવાના છીએ તો તમે અમારી શાથે જોડાયેલા રહેજો.
અમે આજે તમારા માટે આ ઈતિહાસ લોકોને લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સુક છીએ. અને અમને આશા છે કે તમે અમારો જરૂર સપોર્ટ કરશો. અમારા ઈતિહાસ લોકના તમામ સોશિયલ મિડિયા એકાઉન્ટ ને ફોલો કરો તેવી અમારી આશા છે. આ બધા અકાઉન્ટની લિંક તમને અહીં નીચે જોવા મળી જશે.
તો મિત્રો, આજથી અમે આ ઈતિહાસ લોકને તમારા માટે ખુલ્લું મૂકીએ છીએ અને હવે આપણે મળશું એક બહુ જ સુંદર અને ખુબ જ ફેમસ ટોપિક સાથે. તમારે અંદાજ લગાવી અને અમને કોમેન્ટમાં જણાવવાનું છે કે આપણો પેલો ટોપિક કયો હશે. તો ચાલો મિત્રો હવે આપણે મળીએ આપણા પેલા ટોપિક સાથે.
ધન્યવાદ ❤️
ટીમ ઈતિહાસ લોક

