માત્ર 3,200 અંગ્રેજોએ 50,000 સૈનિકોને કેવી રીતે હરાવ્યા? | પ્લાસીનું યુદ્ધ (1757)
પ્રસ્તાવના
પ્લાસીનું યુદ્ધ એ ભારતની રાજકીય અને ઐતિહાસિક ભૂગોળ બદલનારું સૌથી મહત્વપૂર્ણ યુદ્ધ હતું જેની શરૂઆત 23 જૂન 1757 થઈ હતી. મુર્શિદાબાદ (પ.બંગાળ) થી 20 માઈલ્સ દુર પ્લાસીના મેદાનમાં થયું હતું.
પ્લાસી શબ્દનો અર્થ ખાખરા (પલાશ) નું વન એવો થાય છે. આ યુદ્ધ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને રોબર્ટ ક્લાઈવની આગેવાની હેઠળની બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયું હતું. આ ઘટનાએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નાખ્યા અને વેપારી કંપનીમાંથી ભારત પર શાસન કરવાની સત્તા તરફનો માર્ગ મોકળો કર્યો.
| વર્ષ / તારીખ | ઘટના |
|---|---|
| 1756 | અલીવર્દી ખાનનું અવસાન |
| 1756 | સિરાજ-ઉદ્-દૌલા બંગાળના નવાબ બન્યા |
| 1756 | અંગ્રેજોએ નવાબની મંજૂરી વગર ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી શરૂ કરી |
| 1756 | સિરાજ-ઉદ્-દૌલાએ ફોર્ટ વિલિયમ (કલકત્તા) પર કબજો કર્યો |
| 1757 (યુદ્ધ પહેલાં) | રોબર્ટ ક્લાઈવે મીર જાફર સાથે ગુપ્ત સંધિ કરી |
| 23 જૂન 1757 | પ્લાસીનું યુદ્ધ શરૂ થયું |
| 23 જૂન 1757 | મીર જાફરે વિશ્વાસઘાત કરીને યુદ્ધમાં ભાગ લીધો નહીં |
| 23 જૂન 1757 | ભારે વરસાદથી નવાબની તોપો નિષ્ક્રિય થઈ, જ્યારે અંગ્રેજોએ પોતાનો દારૂગોળો સુરક્ષિત રાખ્યો |
| 23 જૂન 1757 | અંગ્રેજોએ પ્લાસીનું યુદ્ધ જીતી લીધું |
| 23 જૂન 1757 | મીર જાફરને બંગાળના નવાબ તરીકે ગાદી પર બેસાડવામાં આવ્યા |
| 1757 | અંગ્રેજોને 24 પરગણા, મુક્ત વેપારના અધિકારો અને વિશાળ સંપત્તિ મળી |
| 2 જુલાઈ 1757 | સિરાજ-ઉદ્-દૌલાની ધરપકડ બાદ હત્યા કરવામાં આવી |
| 1757 પછી | ભારતમાં બ્રિટિશ રાજકીય શાસનની શરૂઆત થઈ |
| 1764 | પ્લાસીની જીતે બક્સરના યુદ્ધ અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના વિસ્તરણનો માર્ગ મોકળો કર્યો |
ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત અને યુદ્ધના કારણો
ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત આ યુદ્ધમાં જીત મેળવીને અંગ્રેજોએ ભારતની રાજકીય સત્તામાં પ્રવેશ કર્યો. નવાબના સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે અંગ્રેજોની જીત થઈ તેના બદલામાં મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. જે અંગ્રેજોના હાથની કઠપૂતળી માત્ર હતો. અંગ્રેજોને બંગાળ, બિહાર, અને ઓડિશામાં મુક્ત વેપાર કરવાની છૂટ મળી અને નવાબ તરફથી કરોડો રૂપિયાની જાગીરો અને ભેટો મળી. આ વિજયથી ભારતમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રભાવ ઘટવા લાગ્યો અને અંગ્રેજો સર્વોપરી બન્યા.
1756માં અલીવર્દી ખાનના અવસાન બાદ સિરાજ-ઉદ્-દૌલા બંગાળના નવાબ બન્યા. નવાબની સત્તાને પડકારતા તેમના જ પરિવારના સભ્યો અને અંગ્રેજો વચ્ચે તણાવ વધ્યો. અંગ્રેજો બંગાળમાં વેપારી લાભોનો દુરુપયોગ કરી રહ્યા હતા અને નવાબની પરવાનગી વગર કિલ્લેબંધી કરી રહ્યા હતા. જેના પરિણામે સિરાજ-ઉદ્-દૌલાએ અંગ્રેજોની મુખ્ય કોઠી 'ફોર્ટ વિલિયમ' પર કબ્જો કર્યો.
"બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી વગર કિલ્લાબંધી કિલ્લાની આસપાસ કિલ્લેબંધી શરૂ કરી હતી, જેનો નવાબે અટકાવવાનો આદેશ આપ્યો હતો. અંગ્રેજો કંપનીને મળેલા વ્યાપાર પર મુક્તિના અધિકારનો અંગત વેપાર માટે દુરુપયોગ કરતા હતા, જેનાથી નવાબની તિજોરીને મોટું નુકસાન થયું હતું. નવાબ સિરાજ-ઉદ્-દૌલા અંગ્રેજોની વધતી જતી રાજકીય દખલગીરીને સહન કરી શકે તેમ ન હતા અને તેમણે કંપનીના અધિકારીઓને કડક વલણ અપનાવવાની ચેતવણી આપી દીધી. અંગ્રેજો બંગાળની ગાદી પર એવા નવાબને બેસાડવા માંગતા હતા જે તેમના ઇશારે કામ કરે. આ માટે તેમણે નવાબના સેનાપતિ મીર જાફર અને અન્ય અધિકારીઓ સાથે ગુપ્ત સમજૂતી કરી હતી.
પ્લાસીનું યુદ્ધ અને મીર જાફરનો વિશ્વાસઘાત
પ્લાસીના યુદ્ધમાં નવાબ સિરાજઉદ્દૌલા સાથે દગો કરનાર મીર જાફર એ બંગાળનો મુખ્ય સેનાપતિ હતો. ગાદી મેળવવાની લાલચમાં તેણે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવ સાથે મળીને નવાબ સાથે વિશ્વાસઘાત કર્યો હતો, જેનાથી ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત થઈ હતી.
પ્લાસીના યુદ્ધમાં રોબર્ટ ક્લાઇવે રાજકીય કાવતરા અને કૂટનીતિનો મુખ્યત્વે ઉપયોગ કર્યો હતો. ક્લાઇવની યોજના બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલાને હરાવવા માટે સૈન્ય તાકાત કરતાં વધારે આંતરિક ભાગલા પાડવા પર નિર્ભર હતી.
ક્લાઇવે નવાબના અસંતુષ્ટ અને મહત્વાકાંક્ષી સેનાપતિ મીર જાફર સાથે ગુપ્ત કરાર કર્યા જેમાં નવાબને હરાવીને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાનું વચન આપવામાં આવ્યું.
યોજના મુજબ, યુદ્ધના મેદાનમાં મીર જાફરે નવાબ સિરાજ-ઉદ્-દૌલાની સેનાને મદદ કરવાનો ઇનકાર કર્યો અને પોતાની સેનાને શાંત રાખી.
ક્લાઇવની સેનાએ કરેલા તોપમારાથી નવાબની સેનામાં અફરાતફરી મચી ગઈ. ક્લાઇવે વરસાદમાં પલળી ગયેલી પોતાની તોપોને ઢાંકીને બચાવી લીધી, જ્યારે નવાબની તોપો પલળી જવાથી નકામી બની ગઈ. મીર જાફરના વિશ્વાસઘાત અને સેનાની પીછેહઠને કારણે સિરાજ-ઉદ્-દૌલા યુદ્ધમાં મેદાનમાંથી ભાગી છૂટ્યો.
આ શબ્દિય દાવપેચથી માત્ર થોડા જ કલાકોમાં અંગ્રેજોની જીત થઈ અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો.
પ્લાસીના યુદ્ધના પરિણામો અને મુખ્ય ઘટનાઓ
પ્લાસીનું યુદ્ધ એ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે લડાયેલું એક ઐતિહાસિક અને નિર્ણાયક યુદ્ધ હતું, આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ હતી, જેણે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા નાખ્યા.
૨૩ જૂન ૧૭૫૭ ના રોજ બંગાળના પાટનગર મુર્શિદાબાદથી આશરે ૨૦ માઈલ દૂર આવેલા 'પ્લાસી' નામના મેદાનમાં લડાયું હતું, બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે વધ્યું હતું આ યુદ્ધમાં બંગાળના નવાબની સેના મોટી હોવા છતાં, મીર જાફરના વિશ્વાસઘાતના કારણે અંગ્રેજોનો વિજય થયો હતો બંગાળના નવાબની સેના અંદાજિત- ૫૦,૦૦૦ સૈનિકો હતા. આધુનિક શસ્ત્રાસંરંજામ ૫૦ તોપો અને ૧૫૦૦૦ ઘોડેસવાર સૈનિકો હતા જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનામાં કુલ આશરે ૩,૨૦૦ સૈનિકો હતા જેમાં ૯૦૦ યુરોપિયન સૈનિકો અને લગભગ ૨૧૦૦ ભારતીય સિપાહીઓ સામેલ હતા. શસ્ત્રાસંરંજામ માત્ર ૮ થી ૧૦ જેટલી નાની તોપો હતી.
રોબર્ટ ક્લાઈવ પાસે માત્ર ૩,૦૦૦ જેટલા સૈનિકો હતા, પરંતુ તેણે યુદ્ધ પહેલાં જ નવાબના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી પોતાની તરફ મેળવી દીધા હતા. યુદ્ધ શરૂ થતાં જ મીર જાફરે નવાબની સેનાને યુદ્ધ લડવાથી અટકાવી દીધી. અને તથ્ય છે કે
પ્લાસીના યુદ્ધના પરિણામો અને ઘટનાઓ : ૨૯ થયો જેના કારણે અંગ્રેજોએ નવાબને હરાવ્યો હતો યુદ્ધ પછી ભારતીય ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો. આ યુદ્ધમાં નવાબ સિરાજ-ઉદ્-દૌલાની હાર થઈ અને અંગ્રેજોની રાજકીય સત્તાનો પાયો નંખાયો.
રાજકીય સત્તાનું હસ્તાંતરણ થયું. નવાબના સેનાપતિ મીર જાફરને અંગ્રેજો દ્વારા બંગાળના નવાબ બનાવવામાં આવ્યા. તે માત્ર 'કઠપૂતળી નવાબ' હતો, જેથી બંગાળનું વાસ્તવિક શાસન અંગ્રેજોના હાથમાં આવી ગયું.
અંગ્રેજોને મુક્તપણે વેપાર કરવાની છૂટ મળી. નવાબને કંપની અને અધિકારીઓને ભારે રકમ આશરે ૨૫ મિલિયન પાઉન્ડ 'ભેટ' તરીકે આપવાની ફરજ પડી હતી. આ ઘટનાને 'પ્લાસીની લૂંટ' તરીકે ઓળખાય છે, જેનાથી બંગાળની આર્થિક સ્થિતિ કથળી. અંગ્રેજ ઈસ્ટ ઈન્ડિયા કંપની હવે માત્ર એક વેપારી કંપની મટીને રાજકીય અને પ્રાદેશિક શક્તિ બની ગઈ. કંપનીને કલકત્તાની આસપાસ ૨૪ પરગણા વિસ્તારની જમીનદારી મળી.
આ યુદ્ધ પછી ભારતમાં ફ્રેન્ચોની સત્તા નબળી પડી અને અંગ્રેજોનો પ્રભાવ વધ્યો. અંગ્રેજોને ભારતની સૌથી સમૃદ્ધ પ્રાંત બંગાળની સંપત્તિનો બેફામ ઉપયોગ કરવાની તક આપી, જેણે પાછળથી તેમને સમગ્ર ભારત પર શાસન કરવા સક્ષમ બનાવ્યા.
યુદ્ધમાં હાર નિશ્ચિત જણાતા નવાબ પોતાની પત્ની અને કિંમતી સામાન સાથે મુર્શિદાબાદ પહોંચ્યા. ત્યાંથી તેઓ હોડી દ્વારા પટના જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં રાજમહેલ પાસે તોફાનને કારણે હોડી રોકવી પડી. એક સ્થાનિક ફકીરે જેને અગાઉ સજા કરવામાં આવી હતી તે નવાબને ઓળખી જાય છે.
મીર જાફરના પુત્ર મીર મીરાનના સૈનિકો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને બંદી બનાવીને મુર્શિદાબાદમાં લાવવામાં આવ્યા.
નવાબને મીર જાફરના આદેશ અનુસાર મીરમીરાનના સંગત માણસ મહમ્મદ બેગ ખાન દ્વારા નિર્દયતાથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. તારીખ૨ જુલાઈ ૧૭૫૭ ના દિવસે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. તેમના મૃતદેહને અપમાનિત કરવા માટે હાથી પર લાદીને મુર્શિદાબાદની શેરીઓમાં ફેરવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ખુશબાગમાં દફનાવવામાં આવ્યા હતા.
યુદ્ધમાં જીત મેળવ્યા બાદ, ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સોદાબાજી મુજબ મીર જાફરને બંગાળના નવાબ તરીકે ગાદી પર બેસાડ્યો. આ ઘટનાથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પ્રારંભ થયો. નવાબ બન્યા પછી મીરજાફરે અંગ્રેજોને પુષ્કળ ધન અને બંગાળના ૨૪ પરગણાની જાગીર આપી. તે માત્ર નામનો જ નવાબ હતો. વાસ્તવિક સત્તા બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં આવી ગઈ. તેને દરેક મહત્વપૂર્ણ નિર્ણય અંગ્રેજોની સલાહ મુજબ લેવો પડતો હતો. આ નવા શાસન હેઠળ કંપની અને તેના અધિકારીઓએ બંગાળની તિજોરીમાંથી અઢળક સંપત્તિ અને કરવેરા પડાવી લીધા.
પ્લાસીના યુદ્ધનું ઐતિહાસિક મહત્વ
પ્લાસીની જીતથી બ્રિટિશરોનો આત્મ-વિશ્વાસ વધ્યો અને તેઓ ફ્રેન્ચ સહિતની અન્ય યુરોપિયન સત્તાઓને ભારતમાં પાછળ છોડી દીધી. બક્સરના યુદ્ધનો પાયો: પ્લાસીના પરિણામે અંગ્રેજોને બંગાળ જેવા સમૃદ્ધ પ્રાંત પર પ્રત્યક્ષ અને પરોક્ષ નિયંત્રણ મળ્યું, જેનો ઉપયોગ તેમણે 1764 નાના બક્સરના યુદ્ધ માટે સૈન્ય એકઠું કરવા અને ભારતમાં સંપૂર્ણ સામ્રાજ્ય સ્થાપન માટે કર્યો હતો. આ ઘટનાને આધારે કહી શકાય કે ભારતીય પ્રજાની ગુલામી અને બ્રિટિશ સામ્રાજ્યવાદની ઔપચારિક શરૂઆત પ્લાસીના યુદ્ધથી જ થઈ હતી, આ યુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યના પાયાની સ્થાપના થઈ જેમાં રાજકીય નિયંત્રણની શરૂઆત થઈ. અંગ્રેજો પડદા પાછળ રહીને બંગાળના માયા શાસક બની ગયા.
નવાબ પાસેથી કરોડો રૂપિયાની જાગીર અને વળતર મળ્યું, જેનો ઉપયોગ તેમણે આગળ જતાં પોતાની સૈન્ય શક્તિ વધારવા અને અન્ય પ્રદેશો જીતવા માટે કર્યો. આ યુદ્ધે સાબિત કર્યું કે પશ્ચિમી લશ્કરી તાલીમ અને આધુનિક શસ્ત્રો સામે ભારતીય પરંપરાગત સૈન્ય નબળું પડવા લાગ્યું હતું. પ્લાસીની સફળતાએ અંગ્રેજોને એટલા મજબૂત કર્યા કે, 1764 માં લડાયેલા બક્સરના યુદ્ધમાં જીત મેળવીને તેમણે સમગ્ર ભારત (દિલ્હી સુધી) પર પોતાનું આધિપત્ય જમાવ્યું.
આર્થિક સદ્ધરતાને કારણે ગુજરાત પર તેની સીધી લશ્કરી કાર્યવાહી શરૂ થઈ. બંગાળમાંથી મળેલી ભ્રષ્ટાચારની કમાણી અને કરવેરાના કારણે અંગ્રેજો આર્થિક રીતે એટલા સક્ષમ બન્યા કે તેઓએ ગુજરાતમાં પણ પોતાની લશ્કરી ટુકડીઓ અને યુદ્ધોનો ખર્ચ અહી ઉપાડ્યો. અંગ્રેજોએ મરાઠા સામ્રાજ્યના આંતરિક કૂહડાઓનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું અને વેપારી હિતો મજબૂત કર્યા. કંપનીએ પોતાની સત્તાનો વ્યાપ વધારી ને ગુજરાતના મુખ્ય વેપારી મથક સુરતમાં નવાબને નબળો પાડી દીધો. 1759 માં સુરત કિલ્લા પર અંગ્રેજોએ કબજો મેળવ્યો. ગુજરાતના દરિયાકાંઠે ફેલાયેલા વ્યાપ પર નિયંત્રણ મેળવવા અને મરાઠાઓ-આરબો સામે લડવા માટે અંગ્રેજોએ ગુજરાતમાં પોતાના સૈન્ય મથકો મજબૂત કર્યા.
આ રીતે બંગાળમાં મળેલી રાજકીયસફળતાએ અંગ્રેજોને ગુજરાતમાં મજબૂત રાજકીય શક્તિ તરીકે ઉભરી આવવા માટેનું આર્થિક પીઠબળ પૂરું પાડ્યું. ત્યારબાદ અંગ્રેજોએ પશ્ચિમી ભારત (ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મલબાર) તરફ પોતાની સત્તા અને પ્રભાવ વિસ્તારવા આક્રમક પગલાંઓ લીધા.
પ્લાસીના યુદ્ધના રસપ્રદ તથ્યો અને નિષ્કર્ષ
હા, આ વાત બિલકુલ સાચી છે ! કે આ યુદ્ધ ખરેખર માત્ર 8 થી 11 કલાક જ ચાલ્યું હતું. આ યુદ્ધે ભારતના ઇતિહાસની દિશા બદલી નાખી હતી. આ યુદ્ધને લગતા કેટલાક સૌથી રસપ્રદ તથ્યોમાં સૈન્ય સંખ્યામાં 4 મોટો તફાવત હતો તેમજ યુદ્ધમાં દગો અને દાવતરૂ કરી ગુપ્ત સંધિ કરાઈ હતી. યુદ્ધ દરમિયાન બપોરે અચાનક ભારે વરસાદ પડ્યો. અંગ્રેજોએ તેમના દારૂગોળાને ઢાંકીને વરસાદ બચાવી લીધો, જ્યારે, નવાબની સેનાએ પોતાના હથિયારો પલાળી દીધા માત્ર 500 જેટલા સૈનિકોના નુકસાન બાદ બપોર પછી યુદ્ધ પૂરું થઈ ગયું
પ્લાસીનું યુદ્ધ માત્ર એક સામાન્ય લડાઈ નહોતી, પરંતુ તે ભારતીય ઇતિહાસનો એક પુણ્યપરિવર્તનકારી વળાંક હતો. આ યુદ્ધે ભારતમાં મુસ્લિમ સત્તાના પતનની શરૂઆત કરી અને બ્રિટિશ સામ્રાજ્યના પાયા નાખ્યા જેમકે ઇતિહાસકારો માને છે કે આ યુદ્ધે ભારતને 200 વર્ષની લાંબી ગુલામી તરફ ધકેલ્યું અંગ્રેજોની મુત્સદ્દીગીરી અને પ્લાસીયોના વિશ્વાસઘાતની જીત થઈ. યુદ્ધે સાબિત કર્યું કે ભારતીયોમાં રાષ્ટ્રીય એકતાનો અભાવ હતો. અંગ્રેજોએ 'ભાગલા પાડો અને રાજ કરો' ની વિદેશી નીતિનો પ્રારંભ અહીંથી જ કર્યો હતો.
આમ, પ્લાસીના યુદ્ધે ભારતના રાજકીય નકશાને બદલી નાખ્યો અને વેપાર કરવા આવેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એક શક્તિશાળી રાજકીય સત્તામાં ફેરવી દીધી.






