બક્સરનું યુદ્ધ (1764): કારણો, પરિણામો, અલાહાબાદની સંધિ અને દ્વિમુખી શાસન પદ્ધતિ

Itihas Lok
0

બક્સરનું યુદ્ધ (1764): કારણો, પરિણામો, અલાહાબાદની સંધિ અને દ્વિમુખી શાસન પદ્ધતિ


પ્રસ્તાવના

બક્સરનું યુદ્ધ એ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક વળાંક હતો. બિહારના બક્સર પાસે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળ, અવધ તથા મુઘલ સામ્રાજ્યની સંયુક્ત સેના વચ્ચે લડાયેલ આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ જેથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો મજબૂત થયો. આ યુદ્ધ 22 અને 23 ઓક્ટોબર ઈ.સ. 1764 ના રોજ બિહારના બક્સર નામના સ્થળે લડાયું.


એક તરફ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના જ્યારે બીજી તરફ બંગાળના પદભ્રષ્ટ નવાબ મીર કાસીમ, અવધના નવાબ શુજાઉદ્દોલા અને મુઘલ બાદશાહ આલમ બીજાની સંયુક્ત સેના હતી. યુદ્ધ થવા પાછળના ઘણા બધા કારણો જવાબદાર હતા જેમાં મીર કાસીમ અંગ્રેજોની દખલગીરી અને વેપાર નીતિથી નારાજ હતો. મીર કાસીમ દ્વારા અંગ્રેજો સામે લડવા માટે એક સંયુક્ત મોરચો બનાવવામાં આવ્યો.


આ યુદ્ધમાં સેનામાં આશરે 40,000 થી 50,000 સૈનિકો હતા, તેમાં બંગાળ, અવધ અને મુઘલ સામ્રાજ્યના સૈનિકો હતા અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનાનું નેતૃત્વ મેજર હેક્ટર મુનરો કરી રહ્યા હતા. આ સેનામાં આશરે 7000 થી 8000 આધુનિક સૈનિકો હતા.


Year Event
1764 BCE બકસરનું યુદ્ધ
1765 BCE બકસર પર અંગ્રેજોની જીત
1772 BCE દ્વિમુખી પદ્ધતિ નાબૂત


બક્સરનું યુદ્ધ થવાના કારણો


બક્સરનું યુદ્ધ થવા પાછળના કારણોમાં એમ પણ કહી શકાય કે મીર કાસીમ એક શક્તિશાળી અને સ્વતંત્ર શાસકહતો. તેણે અંગ્રેજોનો પ્રતિકાર કરવા માટે પોતાની સેનાનું પુનઃગઠન પદ્ધતિથી તાલીમબદ્ધ કરી અને રાજધાની મુર્શિદાબાદથી ખસેડીને વધુ સુરક્ષિત ગણાતા મુંગેર ખાતે સ્થાપી.


અંગ્રેજો તેમના મળેલા દસ્તકનો દુરુપયોગ કરતા, જેથી ભારતીય વેપારીઓને ભારે નુકસાન થતું હતું. આ અસમાનતા દૂર કરવા મીર કાસીમે બધા વેપારીઓ માટે કર નાબૂદ કર્યો જે અંગ્રેજોને પસંદ ન આવ્યો, કંપનીના અધિકારીઓ નવાબના આંતરિક વહીવટમાં વધુ પડતી દખલગીરી કરતા હતા, જેને કારણે મીર કાસીમ અને અંગ્રેજો વચ્ચે તણાવ સતત વધતો ગયો.


બક્સરનું યુદ્ધ અને અંગ્રેજોની જીત


આ યુદ્ધ દરમિયાન અંગ્રેજોની જીત થાય છે. તેના પરિણામ સ્વરૂપે ઈ.સ. 1765 માં અલાહાબાદની સંધિ થઈ. યુદ્ધના અંતે મુઘલ શાહેનશાહ શાહ આલમ દ્વિતીય અને બ્રિટિશ કંપની વચ્ચે આ સંધિ થઈ. જેણે ભારતીય રાજકારણની દિશા બદલી નાખી. તેમજ કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાના કાયમી મહેસૂલ ધરાવવાના અધિકારો પ્રાપ્ત થયા.


અવધના નવાબને યુદ્ધના દંડ તરીકે ૫૦ લાખ અંગ્રેજોને ચૂકવવા પડ્યા. આ યુદ્ધ માત્ર બંગાળ જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના શાસનનો મજબૂત પાયો નાખ્યો.


બક્સરના યુદ્ધના પરિણામો


વિવિધ બ્રિટિશ આર્થિક નીતિઓ અમલમાં આવી જેમાં બ્રિટિશરોએ ભારતને ઔદ્યોગિક ક્રાંતિ માટે સસ્તા કાચા માલનું ઉત્પાદન કરતું કેન્દ્ર બનાવી દીધું. બ્રિટનમાં બનેલા તૈયાર માલનું ભારતીય બજારોમાં વેચાણ વધારવામાં આવ્યું જેનાથી ભારતના પરંપરાગત હસ્તકળા અને કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું. 


ભારતમાં આવતા બ્રિટિશ માલ પર ઓછી જકાત રાખવામાં આવી, જ્યારે ભારતીય નિકાસ પર વધુ કર લાદવામાં આવ્યો. કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી જેવી શોષણખોર મહેસૂલ પદ્ધતિઓ લાગુ કરીને ખેડૂતો પાસેથી ભારે કર વસૂલવામાં આવ્યો. ભારતની સંપત્તિ કર અને આવક બ્રિટન તરફ વાળવામાં આવી, જેનો કોઈ આર્થિક બદલો ભારતને મળતો નહતો.


આ નીતિઓના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પાયમાલ થઈ અને ખેડૂતો તથા કારીગરો ગરીબીમાં ધકેલાયા.


દ્વિમુખી શાસન પદ્ધતિ (1765-1772)


બક્સરના યુદ્ધ પછી દ્વિમુખી શાસન પદ્ધતિ 1765 એ ભારતીય ઇતિહાસમાં અંગ્રેજ સત્તાના પાયા સમાન ઐતિહાસિક ઘટનાઓ છે. આ બંને ઘટનાઓએ બેંગાળમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મહા વેપારીમાંથી રાજકીય સત્તાધીશ બનાવી દીધી હતી.


બંગાળના ગવર્નર 'રોબર્ટ ક્લાઇવ' ઈ.સ. 1765 માં અમલમાં મૂકેલી આ પદ્ધતિમાં વહીવટ બે અલગ-અલગ શાસકોના હાથમાં સોંપાયો હતો. દિવાની (મહેસૂલ અને નાણાકીય સત્તા) અંગ્રેજોના હાથમાં હતી, જ્યારે નિઝામત (વહીવટ, પોલીસ, અને ન્યાય) સત્તા: બંગાળના નવાબના હાથમાં હતી. નવાબ પાસે વહીવટી જવાબદારી હતી પણ નાણું કે સત્તા નહોતી, જ્યારે અંગ્રેજો પાસે તમામ આવક હતી પણ કોઈ જવાબદારી નહોતી. જેનાથી ભ્રષ્ટાચાર...વધ્યા અને પ્રજાનું ભારે શોષણ થયું.


આ દ્વિમુખી શાસન પદ્ધતિના કારણે બંગાળમાં અંધાધૂંધી ફેલાઈ. આખરે ઇ.સ. ૧૭૭૨માં વોરન હેસ્ટિંગ્સ દ્વારા આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવી અને બંગાળને સીધા બ્રિટિશ શાસન હેઠળ લાવવામાં આવ્યું.


ઉપસંહાર


બક્સરનું યુદ્ધ અને દ્વિમુખી શાસન પદ્ધતિ 1765 એ ભારતીય ઇતિહાસમાં અંગ્રેજ સત્તાના પાયા સમાન ઐતિહાસિક ઘટનાઓ છે. આ બંને ઘટનાઓએ બેંગાળમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મહા વેપારીમાંથી રાજકીય સત્તાધીશ બનાવી દીધી હતી અને ભારતમાં બ્રિટિશ શાસનનો મજબૂત પાયો નાખ્યો હતો.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!